જુલાઇ 3, 2025 7:49 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું – ભારત અને અમેરિકાના વ્યાવસાયિક સંબંધો ઉપર પાકિસ્તાનની કોઇ અસર નહીં

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે અમેરિકા સાથેના ભારતના સંબંધોની વચ્ચે પાકિસ્તાન અસર કરતું નથી. વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા સંબંધો પરસ્પર હિતો પર આધારિત છે, ત્રીજા દેશો પર નિર્ભર નથી. તેમણે કહ્યું કે આપણે બીજાના આધારે પોતાને વ્યાખ્યાયિત કરવાનું બંધ કરવું જોઈએ અને ઉમેર્યુ કે ભારત-અમેરિકાના સંબંધો સહિયારા લાભો, વેપાર, રોકાણ, ટેકનોલોજી, ઊર્જા અને ગતિશીલતા પર આધારિત છે. ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરવામાં મદદ કરી હતી તેવા ટ્રમ્પના દાવાને શ્રી જયશંકરે નકારી કાઢ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે યુદ્ધવિરામની વાટાઘાટો બંને દેશોના લશ્કરી અધિકારીઓ દ્વારા સીધી કરવામાં આવી હતી.તેમની આ મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રીએ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓ સાથે ક્વાડ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. પાકિસ્તાન પ્રેરિક પહલગામ હત્યાકાંડની પણ તેમણે ટીકા કરી હતી. ડૉ. જયશંકરે સંરક્ષણ, વેપાર અને ઊર્જા સહકાર જેવા મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા કરવા માટે શ્રી રુબિયો અને યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને ઊર્જા સચિવ ક્રિસ રાઈટ સાથે અલગ અલગ બેઠકો પણ યોજી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.