વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. કતારમાં દોહા ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોનો અમેરિકન ડોલરને નબળો પાડવાનો કોઈ ઈરાદો નથી. ડૉ. જયશંકરે એમ પણ કહ્યું કે બ્રિક્સ દેશો આ મુદ્દે એકમત નથી.
એક અઠવાડિયા પહેલા જ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને કોમન કરન્સી પ્લાન શરૂ કરવા પર 100 ટકા કસ્ટમ ડ્યુટી લગાવવાની ચેતવણી આપી હતી.
ડો. જયશંકર કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાનના આમંત્રણ પર દોહા ફોરમની બેઠકમાં ભાગ લેવા દોહામાં હતા.
Site Admin | ડિસેમ્બર 8, 2024 2:07 પી એમ(PM)
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી
