વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે તેમની સારી વાતચીત થઈ છે. બંનેએ વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ સહયોગ, સંરક્ષણ અને ઉર્જા પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે તેઓ આ અને અન્ય મુદ્દાઓ પર સંપર્કમાં રહેવા પણ સંમત થયા છે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 9:10 એ એમ (AM)
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ સાથે ફોન પર વાતચીત કરી