ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM)

printer

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી છે. તાજેતરમાં, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં ભારતીય નાગરિકોને ઈરાનમાં રોજગાર આપવાના વચનો આપીને અથવા રોજગાર માટે અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા પછી, આ ભારતીય નાગરિકોનું ગુનાહિત ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમની મુક્તિ માટે તેમના પરિવારો પાસેથી ખંડણી માંગવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઈરાની સરકાર ભારતીયોને ફક્ત પ્રવાસન માટે વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે અને નોકરીઓ અથવા અન્ય કોઈપણ હેતુ માટે ઈરાનમાં વિઝા-મુક્ત પ્રવેશનું વચન આપતા એજન્ટો ગુનાહિત ગેંગ સાથે જોડાયેલા હોઈ શકે છે.