વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બેજવાબદાર અને ખેદજનક ગણાવી છે.
શ્રી માનનું નામ લીધા વિના, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ગ્લોબલ સાઉથ મિત્ર દેશો સાથે ભારતના સંબંધો પર એક ઉચ્ચ કક્ષાના અધિકારીની ટિપ્પણીઓ બેજવાબદાર, ખેદજનક અને અશોભનીય છે મીડિયાના પ્રશ્નના જવાબમાં, શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત સરકાર મિત્ર દેશો સાથે ભારતના સંબંધોને નબળી પાડતી આવી અયોગ્ય ટિપ્પણીઓથી પોતાને અલગ કરે છે
પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં ઓછી વસ્તીવાળા દેશોની મુલાકાત લીધી હતી એવી પંજાબના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિદેશ મંત્રાલએ આ પ્રતિક્રિયા આપી છે
Site Admin | જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM)
વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બેજવાબદાર અને ખેદજનક ગણાવી છે