વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સાવધાની રાખવા અને નેપાળી તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.
એક નિવેદનમાં, મંત્રાલયે માહિતી આપી કે નવી દિલ્હી નેપાળમાં થઇ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. મંત્રાલયે નેપાળ સરકારને વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે પણ હાકલ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 2:22 પી એમ(PM)
વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી.
