વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.તેમણે કહ્યું, પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પોતાના પડોશીઓને દોષી ઠેરવવાની પાકિસ્તાનની જૂની પ્રથા છે. પ્રવક્તાએ કહ્યું, પાકિસ્તાન અફઘાનિસ્તાન દ્વારા પોતાના પ્રદેશો પર સાર્વભૌમત્વનો ઉપયોગ કરવાથી ગુસ્સે છે અને ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કાબુલમાં ભારતીય મિશન અંગે, શ્રી જયસ્વાલે કહ્યું કે ભારતનું ટેકનિકલ મિશન જૂન 2022થી કાબુલમાં કાર્યરત છે. તેમણે માહિતી આપી કે આગામી થોડા દિવસોમાં તેનું દૂતાવાસમાં રૂપાંતર થશે.
Site Admin | ઓક્ટોબર 17, 2025 9:34 એ એમ (AM)
વિદેશ મંત્રાલયે કહ્યું – ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે
