જાન્યુઆરી 16, 2026 7:54 પી એમ(PM)

printer

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારત ઈરાનમાં રહેતા ભારતીયોના હિતમાં શક્ય તમામ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે હાલમાં ઈરાનમાં લગભગ નવ હજાર ભારતીય નાગરિકો છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.
શ્રી જયસ્વાલે કહ્યું કે તાજેતરના દિવસોમાં ઈરાનમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયે ભારતીયોને ઈરાનની મુસાફરી ટાળવા માટે સલાહ આપતી એક માર્ગદર્શિકા જાહેર કરી કરી છે અને ઈરાનમાં રહેતા લોકોને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.