જાન્યુઆરી 9, 2026 8:21 પી એમ(PM)

printer

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અને અમેરિકા બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરારમાં રસ ધરાવે છે.

વિદેશ મંત્રાલયે આજે ભાર મૂક્યો છે કે ભારત અને અમેરિકા બે પૂરક અર્થતંત્રો વચ્ચે પરસ્પર ફાયદાકારક વેપાર કરારમાં રસ ધરાવે છે અને તેને પૂર્ણ કરવા માટે આતુર છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બંને પક્ષોએ સંતુલિત અને પરસ્પર ફાયદાકારક વેપાર કરાર પર પહોંચવા માટે વાટાઘાટોના અનેક રાઉન્ડ યોજ્યા છે.
અમેરિકાના વાણિજ્ય સચિવની તાજેતરની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા, પ્રવક્તાએ કહ્યું કે અહેવાલોમાં આ ટિપ્પણીઓનું વર્ણન સચોટ નથી. તેમણે ભાર મૂક્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે આઠ વખત ફોન પર વાત કરી હતી, જેમાં વ્યાપક ભાગીદારીના વિવિધ પાસાઓનો સમાવેશ થયો હતો.
અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્રના વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓમાંથી ખસી જવાની જાહેરાત અંગેના પ્રશ્નના જવાબમાં, શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત બહુપક્ષીયતાનું સમર્થન કરે છે અને માને છે કે વૈશ્વિક મુદ્દાઓ પર તમામ દેશો દ્વારા સલાહકાર અને સહયોગી પગલાં લેવાની જરૂર છે.