વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ છે. ભારત સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. આજે નવી દિલ્હીમાં, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકારે એક વકીલની પણ નિમણૂક કરી છે. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક અધિકારીઓ અને પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે. યમનના અધિકારીઓએ આવતીકાલે યોજાનારી નિમિષાની ફાંસી મુલતવી રાખી છે.
બ્રિટન-ભારત મુક્ત વેપાર કરાર અંગે, શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે અને આગામી તબક્કાની વાટાઘાટો ફેબ્રુઆરીમાં દિલ્હીમાં યોજાશે.
રશિયામાં ગુમ થયેલા 16 ભારતીયો અંગે, શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નવી દિલ્હી અને મોસ્કોમાં રશિયન અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે.
Site Admin | જુલાઇ 17, 2025 7:39 પી એમ(PM)
વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ – સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.