ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 2, 2024 7:42 પી એમ(PM)

printer

વિદેશ મંત્રાલયે આજે ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે

વિદેશ મંત્રાલયે આજે ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.  મંત્રાલયે હાલમાં ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાનમાં ભારતીયદૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં નાગરિકોની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતાનોપુનરોચ્ચાર કર્યો છે. આ ક્ષેત્રમાં વધી રહેલી સુરક્ષાની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્તકરતા મંત્રાલયે તમામ મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા વિનંતી કરી છે. આસાથે મંત્રાલયે પરસ્પર સંઘર્ષને રોકવા પર પણ ભાર મૂક્યો છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.