ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 7:19 પી એમ(PM)

printer

વિદેશ મંત્રાલયે આજે કહ્યું કે ભારત અને અમેરિકાની ભાગીદારી બહુપક્ષીય અને વિશેષ છે

વિદેશ મંત્રાલયે આજે કહ્યું કે ભારત અને અમેરિકાની ભાગીદારી બહુપક્ષીય અને વિશેષ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયશવાલે આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં  જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ભારત આતુર છે. શ્રી જયશવાલે કહ્યું કે, ભારતઅને અમેરિકા લોકોના કલ્યાણ માટે અને શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.ટોરોન્ટો, કેનેડામાં કેટલાક સુનિશ્ચિત કોન્સ્યુલર શિબિરોને રદકરવા અંગે, શ્રી જયશવાલે જણાવ્યું હતું કે, આ શિબિરો રદ કરવામાં આવી હતી કારણ કે તેમને કેનેડા સરકાર તરફથી પૂરતી સુરક્ષા અપાઇ ન હતી.તેમણે જણાવ્યું હતું કે, આ કોન્સ્યુલર શિબિરો ભારતીય સમુદાય સંગઠનોની વિનંતી પરઆયોજિત કરવામાં આવે છે અને તે સમુદાય સંગઠનની સુવિધા અનુસાર આયોજિત કરવામાં આવશે.કેનેડાના બ્રેમ્પટનમાં મંદિર પર થયેલા હુમલાની ઘટના અંગે શ્રી જયશવાલે કહ્યું કે, ભારતે હુમલાની નિંદા કરી છે અને કેનેડા સરકારને કાયદાની સ્થિતીને જાળવી રાખવા અને હિંસાકરનાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.અફઘાનિસ્તાનને આપવામાં આવેલી માનવતાવાદી સહાય અંગેવિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી હતી કે અફઘાનિસ્તાનને 50 હજારમેટ્રિક ટન ઘઉં, 300 ટન દવાઓ અને 28 ટન ભૂકંપ રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.