જૂન 1, 2025 6:03 પી એમ(PM)

printer

વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ભારતીય મૂડીબજારમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

સતત બીજા મહિને ભારતીય બજારોમાં સકારાત્મક ગતિ જાળવી રાખતા વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ભારતીય મૂડીબજારમાં આશરે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો-FPI એ ગયા મહિનામાં ભારતીય ઇક્વિટી બજારોમાં 19 હજાર 860 કરોડ રૂપિયા અને ઋણ બજાર 19 હજાર 615 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આમ, વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડી બજારોમાં કુલ 38 હજાર 475 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.