નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે સાંજે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકારો પરફોર્મ કરશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા આયોજિત, ‘સપ્તસુર: સેવન નેશન્સ, વન મેલોડી’ નામનો આ ઉત્સવ સાત BIMSTEC દેશોની વિશિષ્ટ સંગીત પરંપરાઓની ઉજવણીનો સાક્ષી બનશે. સાંસ્કૃતિક પ્રદર્શનની આ અસાધારણ સાંજનો આનંદ માણવા માટે તમામ પ્રેક્ષકો નિશુલ્ક જોડાઈ શકે છે. મહેમાનોને સાંજે 6:00 વાગ્યા સુધીમાં તેમનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે.
Site Admin | ઓગસ્ટ 4, 2025 7:59 એ એમ (AM)
વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતી સાથે નવી દિલ્હીમાં આજે પ્રથમ BIMSTEC પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે
