વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સંસદીય સાથીદારો અને વેપાર પ્રતિનિધિમંડળની સાથે જાપાનની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ફુકુશિરો નુકાગા સાથે મુલાકાત કરી હતી.ડૉક્ટર જયશંકરે પહલગામ આતંકવાદી હુમલા સામે એકતા અને સમર્થન વ્યક્ત કરવા બદલ શ્રી નુકાગાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે બંને દેશ વચ્ચે સંબંધને વિકસાવવા તેમના નેતૃત્વની પણ પ્રશંસા કરી. બંને નેતા પ્રતિભાઓની આપ-લે, વેપાર સંબંધો અને ટેક્નોલૉજી ભાગીદારી વધારવા સંમત થયા
Site Admin | મે 6, 2025 9:55 એ એમ (AM)
વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે નવી દિલ્હીમાં જાપાનની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ફુકુશિરો નુકાગા સાથે મુલાકાત કરી
