જુલાઇ 15, 2025 8:40 એ એમ (AM)

printer

વિદેશમંત્રી ડો. એસ જયશંકર આજે ચીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે. ડૉ. જયશંકર ગઈકાલે ચીનની બે દિવસીય મુલાકાતે બેઇજિંગ પહોંચ્યા હતા. વિદેશ મંત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં SCO સહયોગ અને મુખ્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. SCO જૂથમાં 10 સભ્ય દેશોનો સમાવેશ થાય છે – ભારત, ચીન, રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસ. ચીન SCO નું વર્તમાન અધ્યક્ષ છે અને તે જ ક્ષમતામાં જૂથની બેઠકોનું આયોજન કરી રહ્યું છે.ડૉ. જયશંકર SCO વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.બેઇજિંગમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન પ્રારંભિક ટિપ્પણી આપતા, ડૉ. જયશંકરે કહ્યું કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. ડૉ. જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ચીની પક્ષના સહયોગની પણ પ્રશંસા કરી.