ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો.

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે, 1975માં લાદવામાં આવેલી કટોકટીનો હેતુ દેશ અને સમાજનું નૈતિક મનોબળ તોડવાનો હતો.
કટોકટીનાં 50 વર્ષ પ્રસંગે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, કટોકટીએ લોકોને એક પાઠ શીખવ્યો કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી ન લેવી જોઇએ.
તેમણે ઉમેર્યું કે, જ્યારે પરિવારને દેશ કરતાં મોટો માનવામાં આવે ત્યારે કટોકટી જેવી સ્થિતિ ઉદભવે છે. તેમણે જણાવ્યું કે, કટોકટીનાં બે વર્ષનાં સમયગાળામાં પાંચ બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા અને 48 વટહૂકમો પસાર કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.