ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 23, 2025 8:56 એ એમ (AM) | વિદેશમંત્રી ડૉ. જયશંકર

printer

વિદેશમંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે, આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી.

વિદેશમંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે,આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી.ડૉ. જયશંકરે કહ્યું કે,પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારો તાલમેલ હતો. શ્રી મોદીએ 12-13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે દરમિયાન બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ડૉ. જયશંકરે કહ્યું કે, લોકો જાણે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ મજબૂત રાષ્ટ્રવાદી છે. શ્રી ટ્રમ્પ અને શ્રી મોદી બંને રાષ્ટ્રવાદી છે અને એકબીજાનું સન્માન કરે છે. ડૉ. જયશંકરે કહ્યું કે, બંને નેતાઓ પોતપોતાના દેશો વિશે એક દ્રષ્ટિકોણ ધરાવે છે અને બંને દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ