વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન નોર્વેના નાણામંત્રી અને મ્યુનિક સુરક્ષા પરિષદના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે મુલાકાત કરી ઉભરતા વૈશ્વિક સુરક્ષા પડકારો પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી છે.
જયશંકરે પરિષદથી અલગ આર્જેન્ટિનાના વિદેશ અને વેપાર મંત્રી ગેરાર્ડો વર્થિન સાથે પણ મુલાકાત કરી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, વિદેશ મંત્રીએ કહ્યું કે, તેઓએ ભારત-આર્જેન્ટિના વેપાર અને રોકાણને વધારવા પર ચર્ચા કરી. તેમણે વૈશ્વિક બાબતો પર પણ પોતાના વિચારો નું આદાન પ્રદાન કર્યું.
આ ઉપરાંત તેમણે યુક્રેનના વિદેશમંત્રી સાથે પણ મુલાકાત કરી. અને યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 3:49 પી એમ(PM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે નોર્વેના નાણામંત્રી અને મ્યુનિક સુરક્ષા પરિષદના પ્રમુખ જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે મુલાકાત કરી
