ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 28, 2025 9:26 એ એમ (AM) | વિદેશમંત્રી

printer

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે અબુ ધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે અબુ ધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે.
વિદેશમંત્રીએ યુ.એ.ઈની ત્રણ દિવસીય દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે ભારત અને યુએઈ વચ્ચે વધતા જતા તાલમેલ પર ભાર મૂક્યો હતો.
જ્યારે વૈશ્વિક વ્યવસ્થા નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. આ સમય પડકારો અને તકો સાથે સાચી મિત્રતાની કસોટી થાય છે અને તે સમય સાથે મજબૂત બને છે. ડૉ. જયશંકરે ભારત અને યુએઈને જોડતા પારસ્પરિક મૂલ્યો અને વિશ્વાસ પર પ્રકાશ પાડ્યો હતો
ડૉ. જયશંકરે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સંયુક્ત દ્રષ્ટિકોણ હેઠળ બંને દેશોની ભાગીદારીએ નોંધપાત્ર સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે.