વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને ચિંતાજનક ગણાવ્યો છે. ઑસ્ટ્રેલિયાના કેનબેરા ખાતે તેમના સમકક્ષ પેની વૉંગ સાથેની સંયુક્ત સુરક્ષા પરિષદમા ડૉ. જયશકંરે કેનેડામાં ઉગ્રવાદીઓને રાજકીય સમર્થન આપવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે ઉમેર્યું કે કેનેડાએ સ્પષ્ટીકરણ આપ્યા વિના આરોપો કરવાનું ચાલુ રાખ્યું છે. કેનેડા સરકાર દ્વારા ભારતીય રાજદ્વારીઓને નિરીક્ષણ હેઠળ રાખવાના નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો.
ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વૉંગે હિન્દુ સમુદાય પરના હુમલાઓને ભારતીય સમુદાય માટે જોખમી ગણાવ્યા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન નાગરિકો તેમની આસ્થા અને સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વિના સલામત રહેવાના હકદાર છે. વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી સાથે કેનબેરા ખાતે આયોજીત 15માં ભારત ઑસ્ટ્રેલિયા વિદેશમંત્રીઓના ફ્રેમવર્ક સંવાદમાં ભાગ લીધો હતો. બંને દેશોના નેતાઓએ ભારત પેસેફિક, પશ્ચિમ એશિયા, યુક્રેન સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. જયશંકરે લખ્યું છે કે, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની રાજદ્વારી ભાગીદારી મજબૂત રીતે આગળ વધી રહી છે. તેમણે લખ્યું છે કે આ મજબૂત રાજકીય સંબંધો,મજબૂત સુરક્ષા સહકાર, વિસ્તૃત વેપાર, વ્યાપક ગતિશિલતા અને ઊંડા શૈક્ષણિક જોડાણોમાં પ્રતિબિંબિત થાય છે.
Site Admin | નવેમ્બર 5, 2024 2:20 પી એમ(PM)
વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને ચિંતાજનક ગણાવ્યો
