જાન્યુઆરી 4, 2026 7:42 પી એમ(PM)

printer

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જાન્યુઆરી સુધી ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી 10 જાન્યુઆરી સુધી ફ્રાન્સ અને લક્ઝમબર્ગની સત્તાવાર મુલાકાતે. ડૉ. જયશંકર પેરિસમાં ફ્રેન્ચ નેતાઓને મળશે અને વિદેશ મંત્રી જયાં-નોઅલ બેરોટ સાથે વાતચીત કરશે.
બંને નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિ અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડૉ. જયશંકર 31મા ફ્રેન્ચ રાજદૂતોના પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે પરિષદને સંબોધશે.
વિદેશ મંત્રી લક્ઝમબર્ગમાં નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન ઝેવિયર બેટેલ અને અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે. તેઓ લક્ઝમબર્ગમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.