ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2025 2:59 પી એમ(PM)

printer

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો

રાજ્યસભામાં પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઑપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, બંને દેશોના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત પરમાણું ધમકી સામે ક્યારેય ઝુકશે નહીં.
અગાઉ રાજ્યસભાની કાર્યવાહી વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના હોબાળા બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતા ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ પક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માગને લઈ હોબાળો કર્યો.
ઉપસભાપતિએ ગૃહને સૂચિત કર્યું કે, તેમણે રાજકીય દળો પાસેથી વિવિધ મુદ્દાઓ સંબંધિત 18 સ્થગિત પ્રસ્તાવ મળ્યા હતા, પરંતુ નિયમોનો ઉલ્લેખ કરીને તેને નકારી કઢાયા હતા.
શ્રી હરિવંશે સભ્યોને શૂન્ય કાળ ચાલુ રાખવાની વિનંતી કરી, પરંતુ તેમણે તેમની અપીલ પર ધ્યાન આપ્યું નહીં. તેના પગલે ગૃહ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાયું હતું. હાલ ઉપલા ગૃહમાં ચર્ચા ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.