ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 5, 2025 2:25 પી એમ(PM)

printer

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે લંડનના ટૅન ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહકારને આગળ વધારવા અને લોકોમાં પરસ્પર આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અગેં ચર્ચા કરી. બેઠક બાદ ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શ્રી સ્ટાર્મરને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી સ્ટાર્મરે યુક્રેન સંઘર્ષ પર રજૂ કરેલા બ્રિટનના દ્રષ્ટિકોણનો પણ ડૉ. જયશંકરે ઉલ્લેખ કર્યો હતો.
બાદમાં શ્રી જયશંકરે પોતાના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લૈમી સાથે મુલાકાત કરી અને આગળની ચર્ચા માટે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. શ્રી જયશંકરે શ્રી લૈમી સાથે ભારતથી આવેલા ઉત્કૃષ્ટ સંશોધનકર્તા વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી જયશંકરે કહ્યું, આ આપણી પ્રતિભા અને લોકો વચ્ચે આદાન-પ્રદાનની એક જ્વલંત અભિવ્યક્તિ છે. તેમ જ આ વિદ્વાન નિશ્ચિતપણે ભારત અને બ્રિટનના સંબંધનના મહાન સમર્થક છે.
આ પહેલા શ્રી જયશંકરે ગૃહસચિવ યવેટ કૂપર સાથે મુલાકાત કરી અને પ્રતિભાના પ્રવાહ, લોકો વચ્ચે આદાન-પ્રદાન તેમ જ તસ્કરી અને ઉગ્રવાદને પહોંચવાના સંયુક્ત પ્રયાસ પર પણ ચર્ચા કરી.
વેપાર અને વાણિજ્ય વિભાગના સચિવ જોનાથન રૅનોલ્ડ્સ સાથેની બેઠકમાં ડૉ. જયશંકરે બંને દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતીના વિકાસ પર પણ ચર્ચા કરી.