વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમણે સપ્લાય ચેઇન ચોક્કસ ક્ષેત્ર સુધી મર્યાદિત હોવા, વેપાર અને નાણાંનો હથિયાર તરીકે ઉપયોગ અને ડેટા પ્રવાહની પારદર્શિતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી.
ગઈકાલે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 વિદેશમંત્રીઓની બેઠકમાં બોલતા ડૉ. જયશંકરે કહ્યું કે, ભૌગોલિક રાજનીતિક કારણને લીધે જ કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઇલેક્ટ્રિક વાહનો, અવકાશ, ડ્રોન અથવા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં પ્રગતિ વચ્ચે મોટો તફાવત છે. તેમણે વૈશ્વિક ખાધ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. વિદેશમંત્રીએ કહ્યું કે, આ સહયોગ પારદર્શક હોવો જોઈએ અને એક તરફી નહીં.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:42 એ એમ (AM)
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે