હવામાન ખાતાએ રાજ્યમાં આગામી 19 તારીખ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. દરમિયાન રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાંથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માછીમારો માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. તેમ છતાં રાજ્યમાં હાલ 157 બંધ હાઇ-અલર્ટ અને 11 બંધ અલર્ટ પર છે. બીજી તરફ, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 118 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તેમાં પણ સૌથી વધુ 148 ટકા જેટલો વરસાદ કચ્છમાં થયાના અહેવાલ છે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 9:14 એ એમ (AM)
વિદાય લઇ રહેલા ચોમાસા દરમિયાન રાજ્યમાં 157 બંધ હાઇ-અલર્ટ અને 11 બંધ અલર્ટ પર