નવેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

printer

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં ડેવલપ્ડ ઈન્ડિયા ઈનિશિએટિવ ફોર સ્ટુડન્ટ ઈનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક (VISION)નું ઉદ્ઘાટન કર્યું

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે નવી દિલ્હીમાં ડેવલપ્ડ ઈન્ડિયા ઈનિશિએટિવ ફોર સ્ટુડન્ટ ઈનોવેશન એન્ડ આઉટરીચ નેટવર્ક (VISION)નું ઉદ્ઘાટન કર્યું.આ પહેલનો ઉદ્દેશ વંચિત બાળકોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે પહેલ પાછળની ઉદ્યોગ સાહસિક દ્રષ્ટિઅને સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે તકોના લોકશાહીકરણના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ પોર્ટલ દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે માર્ગદર્શન અને તાલીમ મેળવવા માટેનો પ્રવેશદ્વાર બનશે. આ પ્રસંગે તેમણે સ્ટાર્ટઅપ્સ, બાયોટેકનોલોજી અને અંતરીક્ષ ક્ષેત્રમાં દેશની વિકાસયાત્રા પર પણ પ્રકાશ પાડ્યો હતો. શ્રી સિંહે કહ્યું કે વિઝન જેવી પહેલ, વિઝન ઈન્ડિયા 2047 હેઠળ ભારતને ટેકનોલોજી, શિક્ષણ અને આર્થિક વિકાસમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવામાં મદદરૂપ બનશે.  

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.