માર્ચ 14, 2025 7:42 પી એમ(PM)

printer

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે

વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રદેશ દેશમાં કેસરની ખેતી માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બનશે. આજે શિલોંગમાં નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચના નવા કાયમી કેમ્પસનો શિલાન્યાસ કરતા તેમણે કહ્યું કે સરકારની મિશન કેસર પહેલ હેઠળ 2021 થી સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં કેસરની ખેતી કરવામાં આવી રહી છે. હવે અરુણાચલ પ્રદેશના મેંચુખા અને સિક્કિમના યુક્સોમમાં મોટા પાયે કેસરની ખેતી થઈ રહી છે. તેને નાગાલેન્ડ અને મણિપુર સુધી વિસ્તારવાની યોજના છે. આનાથી જમ્મુ અને કાશ્મીરના પમ્પોર પછી ઉત્તર-પૂર્વ ક્ષેત્ર ભારતનો આગામી મહત્વપૂર્ણ કેસર ઉત્પાદન ક્ષેત્ર બનશે.