વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ ભારતની નવીનતા અને જૈવઉત્પાદન વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીને વિસ્તૃત કરવાનો હતો.
ડૉક્ટર સિંહ અને શ્રી ગેટ્સે દેશની બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપમાં તેજી વિશે પણ ચર્ચા કરી હતી. આ ક્ષેત્રમાં દસ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.
દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે મુંબઈમાં શ્રી ગેટ્સને મળ્યા હતા. શ્રી ગેટ્સ અને મુખ્યમંત્રીએ આરોગ્ય, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.
Site Admin | માર્ચ 20, 2025 7:59 પી એમ(PM)
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી.
