વિજય હજારે ક્રિકેટ ટુર્નામેંટમાં આજે ગુજરાત અને દિલ્હી, સૌરાષ્ટ્ર અને હરિયાણા તથા બરોડા અને બંગાળની ટીમ સામસામે ટકરાશે. ગુજરાત અને દિલ્હી વચ્ચેની મેચ બેંગલુરુમાં, સૌરાષ્ટ્ર અને હરિયાણાની મેચ અલૂરમાં જ્યારે બરોડા અને બંગાળની મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે.
બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઝારખંડ અને રાજસ્થાન તથા કર્ણાટક અને કેરલ વચ્ચે મેચ રમાશે. જ્યારે પુડુચેરી અને ત્રિપુરા વચ્ચેની મેચ અમદાવાદમાં ADSA રેલ્વે ક્રિકેટ ગ્રાઉંડ ખાતે રમાશે.
આ તમામ મેચ સવારે વાગ્યે શરૂ થશે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 9:26 એ એમ (AM)
વિજય હજારે ક્રિકેટ ટુર્નામેંટમાં આજે ગુજરાત અને દિલ્હી, સૌરાષ્ટ્ર અને હરિયાણા તથા બરોડા અને બંગાળની ટીમો વચ્ચે મુકાબલો