જાન્યુઆરી 19, 2026 9:16 એ એમ (AM)

printer

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું

વિક્સિત ભારત- રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) અધિનિયમ અંગેના ભ્રામક દાવાઓનું સરકારે ખંડન કર્યું છે. કાયદા અંગે વિપક્ષની ટીકાને ખોટી અને ભ્રામક ગણાવતા, સરકારે જણાવ્યું કે, આ કાયદો દરેક ગ્રામીણ પરિવાર માટે ઓછામાં ઓછા 125 દિવસની રોજગારી સુનિશ્ચિત કરે છે. સરકારે જણાવ્યું કે, કામ કરવાના અધિકારને નકારી કાઢવાના દાવાઓ રાજકીય રીતે પ્રેરિત છે.આ કાયદામાં 15 દિવસની અંદર રોજગાર પૂરો પાડવાની જોગવાઇ છે. કામ ન મળવા પર બેરોજગારી ભથ્થું ફરજિયાત કરાયુ છે.વેતન અંગે, સરકારે જણાવ્યું કે આ કાયદામાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે યોજના હેઠળ કામ કરતા દરેક વ્યક્તિ દરેક દિવસના કામ માટે સૂચિત વેતન દરે વેતન મેળવવા માટે હકદાર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.