નવેમ્બર 13, 2024 7:11 પી એમ(PM)

printer

વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર લઇને આવ્યું

વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે સારા સમાચાર લઇને આવ્યું છે.. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સિરામીકની માંગ વધતા ફરી તમામ કારખાનાઓ ધમધમતા થયા છે તેમ મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્ટમી સમયે જ મંદીને કારણે 200 જેટલા સીરામીક એકમોને સ્વૈચ્છીક રીતે બંધ કરાયા હતા.
મોરબી જિલ્લામાં આવેલા 800 જેટલા સીરામીક કારખાના ફરી રાબેતા મુજબ ધમધમતા થતા હાલમાં સીરામીક એકમોમાં ગેસનો વપરાશ વધી જવા પામ્યો છે. સીરામીક એસોસિએશન પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત ગેસનો દૈનિક 31 લાખ ક્યુબિક મીટર અને એલપીજી – પ્રોપેન ગેસનો પણ 31 લાખ જેટલો દૈનિક વપરાશ થઇ રહ્યો છે. અગાઉ આ ગેસનો વપરાશ કારખાના બંધ થતા તળિયે બેસી ગયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.