વિકાસ સપ્તાહ અંતર્ગત આજે કૃષિ વિકાસ દિવસ ઉજવાઇ રહ્યો છે. ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા તેમજ વિવિધ યોજનાના 13 લાભાર્થીને 19 લાખ રૂપિયાથી વધુની સહાય અપાઈ. બનાસકાંઠા અને વાવ, થરાદ જિલ્લાના લાખણી, થરાદ અને દિયોદરમાં બાગાયત ખેતી, પ્રાકૃતિક ખેત પેદાશના હાટડી બનાવાઈ છે. કાર્યક્રમમાં ખેડૂતોને વિવિધ ઘટકોની સહાયના પેમેન્ટ ઓર્ડરનું પણ વિતરણ કરાયું.
Site Admin | ઓક્ટોબર 14, 2025 3:34 પી એમ(PM)
વિકાસ સપ્તાહ અંતર્ગત આજે કૃષિ વિકાસ દિવસની ઉજવણી..
