વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમાં બે દિવસમાં વિવિધ સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિકાસની થીમ સાથે ઉજવણી થઇ રહી છે. તંત્ર દ્વારા આયોજિત નિબંધ, વક્તૃત્વ, ચિત્રસ્પર્ધા, ઓનલાઈન ક્વિઝ, વ્યાખ્યાનમાળા, વિકાસ પદયાત્રા તેમજ વિવિધ સેમિનાર એમ કુલ ચાર હજાર 579 કાર્યક્રમોમાં અંદાજે એક લાખ 10 હજારથી વધુ યુવા, સ્પર્ધકો અને અધિકારીઓ સહભાગી થયા છે.
આ સપ્તાહની જીલ્લાઓમાં પણ ઉજવણી થઇ રહી છે તે અંતર્ગત પંચમહાલના ગોધરા ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સભારંભ ભવ્ય રીતે યોજાયો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ. ગોધરા ખાતે યોજાયેલા આ ત્રિવિધ કાર્યક્રમમાં યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવા, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને આઈ.ટી.આઈ.ના અપગ્રેડેશન પર ભાર મૂકાયો.
આ પ્રસંગે યુવાઓને રોજગાર એનાયત પત્ર અને પ્રોવિઝનલ ઓફર લેટર એનાયત કરવામાં આવ્યા, જે તેમને તાત્કાલિક રોજગારીની તક પૂરી પાડશે.
તેમજ ઉદ્યોગગૃહો સાથે એમ.ઓ.યુ. સહી કરી સંસ્થાના આધુનિકરણ માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત થયો.
ભાવનગરના ઘોઘા તાલુકામાં વાળુકડ પાસે આવેલ અંધારીયાવડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિકાસ રથ અંધારીયાવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના હસ્તે અંદાજે એક કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહુર્ત કરાયા હતા
Site Admin | ઓક્ટોબર 9, 2025 8:17 એ એમ (AM)
વિકાસ સપ્તાહ અંતર્ગત આજે રાજ્યભરમાં પોષણ દિવસ મનાવાશે
