ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 7:12 પી એમ(PM)

printer

વિકાસ સપ્તાહની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્સટાઇલ નીતિ 2024ની જાહેરાત કરી

વિકાસ સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી 2024 જાહેર કરી છે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસ અવસરે ટેક્સટાઇલ પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીની ટેકસટાઇલ પોલિસીને કારણે કુલ પાંચ લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. ગુજરાતમાં 40 ટકા ટેક્સટાઇલનું ઉત્પાદન માનવ ઉત્પાદિત કાપડમાંથી થાય છે. ટેકનિકલ ટેક્સટાઇલનાં ઉત્પાદનમાં ગુજરાત 25 ટકા ફાળો આપે છે.

આ ઉપરાંત, GIDCના 564 કરોડ રૂપિયાનાં ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ વિવિધ વિકાસ કામો પૈકી 418 કરોડ રૂપિયાના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ 146 કરોડ રૂપિયાના ખર્ચે ઈ-લોકાર્પણના કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત 5,500 યુનિટને 1,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ