લોકસભામાં રજૂ કરાયેલા વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ, 2025ને વધુ ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને JPC મોકલવામાં આવ્યું છે.કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગૃહમાં ગઈકાલે આ બિલ રજૂ કર્યું હતું જોકે, વિપક્ષના સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો.વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન બિલનો હેતુ યુનિવર્સિટીઓ અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણ, શિક્ષણ-સંશોધન અને નવીનતામાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવવાનો છે.સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, વ્યાપાર સલાહકાર સમિતિની બેઠક દરમિયાન, ઘણા સાંસદોએ બિલ પર વ્યાપક પરામર્શ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, તેમની વિનંતીને ધ્યાનમાં લેતા, સરકારે વ્યાપક પરામર્શ માટે બિલને JPC પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.શ્રી રિજિજુએ સ્પીકરને સમિતિના બંધારણ માટે સભ્યોની નિમણૂક કરવા વિનંતી કરી.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:08 એ એમ (AM)
વિકાસ ભારત શિક્ષા અધિષ્ઠાન, બિલને ચકાસણી માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું