પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત માટે જ્ઞાન અને સમુદાયના સતત પ્રવાહનું પ્રતીક વારસો છે. શ્રી મોદીએ નવી દિલ્હીમાં યુનેસ્કો આંતર-સરકારી સમિતિના અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે 20મા સત્રના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના સંદેશમાં આ મુજબ જણાવ્યું.તેમણે કહ્યું કે ભારતનું “વિકાસ તેમજ વારસો” નું સૂત્ર આધુનિકીકરણ અને શહેરીકરણ, સંસ્કૃતિને મજબૂત બનાવવાની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ખાતરી કરી રહ્યું છે કે કોઈ પરંપરા, કોઈ કલાકાર અને કોઈ સમુદાય અવગણવામાં ન આવે. તેમણે કહ્યું કે આ સત્ર પ્રાચીન વારસા અને આધુનિક આકાંક્ષાઓ વચ્ચે સેતુ તરીકે કામ કરશે.પ્રધાનમંત્રીએ કહ્યું કે યુનેસ્કોએ અમૂર્ત વારસાના રક્ષણ માટે એક સામાન્ય વૈશ્વિક માળખું બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ભારતને ગર્વ છે કે તેના ઘણા વારસા સ્થળો યુનેસ્કોની યાદીમાં સામેલ છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 7:41 એ એમ (AM)
‘વિકાસ તેમજ વારસો’ ભારતની સાંસ્કૃતિક પ્રતિબદ્ધતાનું પ્રતીક- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી