વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો છે. રાજ્ય સરકારના આ નિર્ણય અંતર્ગત શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અન્વયે રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકના અનુદાનમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં 50 ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય હેઠળ ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ 70 લાખ રૂપિયા સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે. જ્યારે ‘બ’ વર્ગમાં 50 લાખ, ‘ક’ વર્ગમાં 40 લાખ અને ‘ડ’ વર્ગમાં 30 લાખ રૂપિયા સુધીના કામોને તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 5:00 પી એમ(PM)
વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો