જાન્યુઆરી 8, 2026 7:43 પી એમ(PM)

printer

વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાશે

વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે યોજાશે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશભરના યુવા નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત પર તેમના વિચારો રજૂ કરવા માટે એકઠા થશે.
તેમણે કહ્યું કે, આ સંવાદ દેશની યુવા-શક્તિને આગળથી નેતૃત્વ કરવા, વાસ્તવિક પડકારોનો સામનો કરવા અને ભારતના ભવિષ્યનું સહ-નિર્માણ કરવા માટે સશક્ત બનાવે છે.