જાન્યુઆરી 10, 2026 9:20 એ એમ (AM)

printer

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનની બીજી આવૃતિ ગઈકાલે ભારત મંડપમ ખાતે શરૂ થઈ

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનની બીજી આવૃતિ ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થઈ છે.આ પ્રસંગે બોલતા, યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી, રક્ષા ખડસેએ જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી છે. યુવાનોના વિચારો, ઉર્જા અને નેતૃત્વ આગામી 25 વર્ષોમાં દેશના ભવિષ્યને આકાર આપશે. ઉલ્લેખનીય છે કે વિકાસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ, યુવાનોમાં નેતૃત્વ, નવીનતા અને નાગરિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટેની એક પહેલ છે.