વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે શરૂ થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરીમાં આજે ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ યોજાશે.4 દિવસીય કાર્યક્રમમાં દેશ અને વિદેશના 2 હજાર 500 થી વધુ યુવાનો ભાગ લેશે. ISRO અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ચર્ચા સત્રમાં ભાગ લેશે.આ સંવાદમાં પુલેલા ગોપીચંદ, લિએન્ડર પેસ, પલ્કી શર્મા, કૈવલ્યા વોહરા, શિબાબ્રત દાસ અને આનંદ કુમાર સહિત પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને યુવા સાંસદો અને ધારાસભ્યો સહિત જેતે ક્ષેત્રના નિષ્ણાતો પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ સમાપન સમારોહમાં હાજરી આપશે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 9:28 એ એમ (AM)
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ની બીજી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં શરૂ થશે