કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત 2047 માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSMEના સત્રને સંબોધતા શ્રી ગોયલે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત જરૂરી છે. ગઇકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે 381 કરોડ રૂપિયાથી વધુના સમજૂતી કરાર થયા હતા. જેનાથી યુવાનો માટે વધુ રોજગારીનું સર્જન થશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સત્રમાં વૈશ્વિક બજારો માટે સૌરાષ્ટ્રના MSMEને તૈયાર કરવાની દિશામાં આંતર-રાષ્ટ્રીય તક પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
Site Admin | જાન્યુઆરી 13, 2026 9:12 એ એમ (AM)
વિકસિત ભારત માટે ગુજરાત વિકાસ ઍન્જિન બનશે – કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ