ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 8:39 એ એમ (AM)

printer

વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલા તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલા તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગુજરાતના માલધારી સમાજ સાથે સંબંધિત બાવળીયાળી ધામના કાર્યક્રમ દરમિયાન વીડિયો સંદેશ દ્વારા પોતાના સંબોધનમાં, શ્રી મોદીએ સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો, લાલ કિલ્લા પરથી “સબકા પ્રયાસ” રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે તે અંગેના તેમના નિવેદનને તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે આધુનિકતા દ્વારા સમુદાયને સશક્ત બનાવવા માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ સમાજના બાળકો, ખાસ કરીને પુત્રીઓને શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ બનવા અને સમાજમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે માલધારી સમુદાયના સેવા પ્રત્યેના સમર્પણ, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને ગાય સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ પશુધન માટે સરકાર દ્વારા ચલાવાતા નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમ પર પ્રકાશ પાડ્યો હતો, માલધારી સમાજને તેમના પશુઓ માટે નિયમિત રસીકરણ કરવવાની અપીલ કરી હતી. તેમણે પશુપાલકો માટે કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆતનો પણ ઉલ્લેખ કર્યો.. જેનાથી તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકે છે. પ્રધાનમંત્રીએ સ્વદેશી પશુઓની જાતિઓને સાચવવાના મહત્વ પર ભાર મૂક્યો અને રાષ્ટ્રીય ગોકુલ મિશનને તેમના સંરક્ષણ અને વિકાસ માટે એક મુખ્ય પહેલ તરીકે પ્રકાશિત કર્યું. તેમણે લોકોને આ કાર્યક્રમોનો સંપૂર્ણ લાભ લેવા વિનંતી કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.