મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતના મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યાં છે. રાજ્યમા કોઈપણ સ્થળે મહિલા નીડરતાથી સુરક્ષિત રીતે વેપાર ઉદ્યોગ કરી શકે તે માટેની સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે.ગાંધીનગર ખાતે ગઇ કાલે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – લેડીઝ ઓર્ગેનાઈઝેશન (FICCI–FLO)ની મહિલા સભ્યો સાથે સંવાદ દરમિયાન શ્રી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની મહિલા ઉત્થાનની યોજનાઓ અને નીતિઓને પરિણામે આજે ગુજરાતની અનેક મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દીકરીઓને યોગ્ય ભણતર આપવા માટે રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓ અમલી બનાવી છે. તેમણે FICCI FLOની મહિલા સભ્યોને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની મહિલાઓને મદદરૂપ થઇ તેમને સ્વાવલંબી બનાવવા માટેના પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
Site Admin | એપ્રિલ 19, 2025 9:53 એ એમ (AM)
“વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના નિર્માણમાં ગુજરાતના મહિલા ઉદ્યોગકારો નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યાં છે-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
