મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતનાં સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આજે પંચમહાલ જિલ્લાના ગોધરામાં કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 644 કરોડ રૂપિયાથી વધુના 85 જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં, મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે આજે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે. રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી, માર્ગો, વીજળીની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. માળખાકીય સુવિધા વિકસાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા તેમણે કહ્યું કે, રાજ્યના 12 માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.
Site Admin | મે 1, 2025 7:15 પી એમ(PM)
વિકસિત ગુજરાતની નેમ સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગોધરામાં ગુજરાતનાં સ્થાપના દિવસની ઉજવણી
