વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, વર્ષ 2027 પહેલા રાજ્યમાં દરરોજ 30 લાખ મુસાફરો એસ. ટી. બસની સવારી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એસ. ટી. નિગમના કંડક્ટર કક્ષાના ઉમેદવારો અને પાણી પૂરવઠા વિભાગના વિવિધ સંવર્ગના અધિકારીઓના નિમણૂકપત્ર એનાયત સમારોહમાં શ્રી સંઘવીએ આ વાત કહી.
તેમણે કહ્યું, આગામી એક વર્ષમાં કોઈ પણ વ્યક્તિએ ખાનગી વાહનોમાં મુસાફરી ન કરવી પડે તેવી વ્યવસ્થા કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. તેમજ રાજ્યમાં આ વર્ષે અન્ય 20 બસમથક શરૂ કરાશે. મુસાફરોની ફરિયાદોનો નિકાલ કરવા એસ. ટી. વિભાગ કટિબદ્ધ હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
Site Admin | જુલાઇ 11, 2025 7:15 પી એમ(PM)
વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં દરરોજ 30 લાખ મુસાફરો S.T. બસની સવારી કરી શકે તેવી વ્યવસ્થા કરાશે