નવેમ્બર 11, 2025 7:19 પી એમ(PM)

printer

વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત જમીન બંનેમાં ખેડૂતોને 22 હજાર રૂપિયાની સહાય અપાશે

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને 22 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોવાને કારણે રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોઇ તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરાયો છે.
ઉલ્લેખનીય છે કે આ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાયુ છે. ખેડૂતો પોતાના ગામના VCE/VLEના માધ્યમથી આગામી 15 દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.