વાવ-થરાદ જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષણક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો. જિલ્લાના ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્રના ૧૦૦ જેટલા કલાસ ૧ અને ૨ના અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે.
આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, સહકારી આગેવાનો, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 15, 2025 3:07 પી એમ(PM)
વાવ-થરાદ જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષણક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો.