જાન્યુઆરી 9, 2026 2:45 પી એમ(PM)

printer

વાવ-થરાદ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ અને “વન કવચ” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

વાવ-થરાદ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીની અધ્યક્ષતામાં સરપંચ સંવાદ અને “વન કવચ” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સરપંચો સાથે સંવાદ કરતા મંત્રીશ્રીએ કહ્યું, પંચાયતો આત્મનિર્ભર બને તે દિશામાં વન વિભાગ સતત કાર્યરત્ છે. ગામની સરકારી અને ગૌચરની જમીન પર કિંમતી વૃક્ષોનું વાવેતર કરીને ગ્રામ પંચાયતો ભવિષ્યમાં મોટી આવક મેળવી શકે છે.
દરમિયાન જિલ્લામાં શ્રેષ્ઠ ‘વન કવચ’ તૈયાર કરનારી વિવિધ પંચાયતના સરપંચોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા.