જાન્યુઆરી 23, 2026 11:16 એ એમ (AM)

printer

વાવ-થરાદ જિલ્લામાં થનારા 77-મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને આખરી ઓપ અપાયો

વાવ-થરાદ જિલ્લામાં 77-મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. તે અંગે જિલ્લા કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, 26 જાન્યુઆરીએ સવારે નવ વાગ્યે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાશે. ત્યારબાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ પરેડ અને કાર્યક્રમ યોજાશે.શ્રી પ્રજાપતિએ કહ્યું, 25 તારીખે સવારે મુખ્યમંત્રીનું આગમન થશે. તે દિવસે સેવાસદનનું ભૂમિપૂજન, ગૌમાતા સર્કલનું અનાવરણ અને દૂધવા G.I.D.C.નું ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ, ગૌભક્તો સાથે મુખ્યમંત્રીનો સંવાદ અને ગાયત્રી મંદિરમાં શસ્ત્ર પ્રદર્શન જેવા કાર્યક્રમ યોજાશે.25 તારીખે રાજ્યપાલની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે ઍટ હૉમ કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાનું કલેક્ટરે જણાવ્યું.